ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત અમદાવાદની દિવ્યાંગ ટીમનો ક્રિકેટમાં વિજય

copy image

ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત અમદાવાદ ખાતે ખાસ (દિવ્યાંગ ખેલાડીઓ) માટેની ક્રિકેટ મેચોનું આયોજન કરાયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ રાજ્ય કક્ષાએ ખાસ દિવ્યાંગ ખેલાડીઓ માટે તા.16-4-2025 થી 18-4-2025 સુધી ત્રણ દિવસ વિવિધ મેચોનું આયોજન કરાયું હતું. જેમાં 3.0માં દિવ્યાંગ ખેલાડીઓ ખાસ ભાગ લીધો હતો. પ્રથમ ક્રમે અમદાવાદની ટીમ( ગુજરાત ક્રિકેટ એસોસિએશન ફોર ધ ડિસેબલ્સ) આવી હતી. ત્યારે અમદાવાદની ટીમના કેપ્ટન સરફરાઝ પઠાણ સહિતના ખેલાડીઓએ જીતની ભવ્ય ઉજવણી કરી હતી.