અદાણી ફાઉન્ડેશનના ભરસક પ્રયાસોથી મુંદ્રાની શુષ્ક જમીન ‘સુંદરવન’માં ફેરવાઈ!


અદાણી ફાઉન્ડેશન મુંદ્રાની આસપાસના શુષ્ક વિસ્તારોમાં હરિયાળી ચાદર રેલાવી રહ્યું છે. ‘હરિત પર્યાવરણ કી એક પહેલ (HPKEP)’ એટલેકે
‘An Initiative Towards Green Environment’ હેઠળ મુંદ્રાની આસપાસના વિસ્તારોમાં હરીયાળી છવાઈ રહી છે. મુન્દ્રાના 8 મુખ્ય
સ્થળોએ ફેલાયેલો આ પ્રોજેક્ટ 30 એકરથી વધુ જમીન પર પથરાયેલો છે, જેમાં 1,85,000 થી વધુ વૃક્ષોનું સંચિત વાવેતર થયું છે. નાની ખાખર,
બોરાણા, ધ્રાબ, મોતી ભુજપુર, દેસલપર, વિશ્રીમાતા અને નાના કપાયા જેવા ગામોમાં તેનાથી ગ્રીન કવર ઉભુ થયું છે.
ટકાઉ વનીકરણ કાર્યક્રમ HPKEPનો ઉદ્દેશ્ય ગ્રીન કવર વધારી ક્લાયમેટ ચેન્જની અસર ઘટાડવા અને પર્યાવરણીય સંતુલનને પુનઃસ્થાપિત કરવાનો
છે. વિવિધ વનસ્પતિ પ્રજાતિઓને એકીકૃત કરીને અને ટકાઉ ઇકોસિસ્ટમ સ્થાપિત તેમાં જૈવ વિવિધતાને સમૃદ્ધ બનાવવા, હવાની ગુણવત્તા
વધારવા અને સમુદાયોમાં પર્યાવરણીય જાગૃતિને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.
નવીન વાવેતરની ડિઝાઇન પર આધારિત HPKEP હેઠળ ચાર પ્રાથમિક વિભાગોમાં ફળ આપનારા છોડ, મૂળ પ્રજાતિના છોડ, ઔષધીય છોડ
અને ઉચ્ચ ઓક્સિજન ઉત્પન્ન કરતા વૃક્ષોનો સમાવેશ થાય છે. વૃક્ષોના વિકાસ અને આરોગ્ય પર દેખરેખ રાખવા માટે ડ્રોન અને ગ્રાઉન્ડ સર્વે
દ્વારા નિયમિત દેખરેખ રાખવામાં આવે છે. HPKEP ની સરહદો પર ટીમોએ બટરફ્લાય ગાર્ડન બનાવવા માટે ફૂલોના છોડ વાવ્યા છે.
બગીચાઓ આ વિસ્તારના સૌંદર્યમાં વધારાની સાથે પરાગ રજકોને પણ આકર્ષે છે, જે જૈવવિવિધતાને સમૃદ્ધ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા
ભજવે છે.
અદાણી ફાઉન્ડેશને શુષ્ક જમીનને સુંદરવનમાં ફેરવી દીધી છે. સામૂહિક વનીકરણના તેના પ્રયાસો મુન્દ્રાના 35 ગામોમાં 150 થી વધુ સ્થળોએ
વિસ્તર્યા છે. સૌથી નોંધપાત્ર સિદ્ધિઓમાંની એક દેશલપર કાંઠીમાં 5 એકર જમીનમાં 10,000 થી વધુ વૃક્ષોનું વાવેતર છે, જેના પરિણામે
4,000 મેટ્રિક ટનથી વધુ કાર્બન શોષાય છે.
આ પ્રોજેક્ટના સફળ સંચાલનમાં જમીન પાણી, માટી અને છોડનું ટકાઉ સંચાલન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ
જમીનનો કાર્યક્ષમ ઉપયોગ, પાણી સંરક્ષણ, માટીના સ્વાસ્થ્યમાં વધારો અને જૈવવિવિધતા સંરક્ષણ પર છે, જેનાથી ખાતરી થાય છે કે આ પહેલ
મુખ્ય પર્યાવરણીય સિદ્ધાંતો સાથે સુસંગત રહે.
ગ્રીન બેલ્ટનો વિકાસ અને હવાની ગુણવત્તામાં સુધારો પણ HPKEP માટે કેન્દ્રિય વિષયવસ્તુ છે. તે ફક્ત સૌંદર્યલક્ષી જ નહીં પરંતુ પ્રદૂષણની
અસરો સામે લડવા માટે મહત્વપૂર્ણ છે. આ પ્રોજેક્ટથી વન્યજીવન માટે, ખાસ કરીને સ્થળાંતર કરનારા પક્ષીઓ માટે કોરિડોર બનાવવામાં આવ્યા
છે. હવે તેમાં સરિસૃપ, પક્ષીઓ અને જંતુઓ સહિત ઘણી પ્રજાતિઓ માટે અભયારણ્ય છે, જે દર્શાવે છે કે વનીકરણનો અર્થ ફક્ત વૃક્ષો ઉગાડવાનો
નથી, તેનો અર્થ સમગ્ર ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનો છે.
અદાણી ફાઉન્ડેશનની વિવિધ સામાજિક અને પર્યાવરણીય પહેલોથી મુન્દ્રા અને તેની આસપાસના હજારો લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ
થયો છે. HPKEP ટકાઉ રોજગારની તકો ઉત્પન્ન કરીને તે સ્થાનિક અર્થતંત્ર અને પર્યાવરણીય ટકાઉપણાના વ્યાપક ધ્યેય બંનેમાં ફાળો આપે છે.
સ્થાનિક સમુદાયોની સક્રિય ભાગીદારીથી છોડ રોપવાથી લઈને જંગલોની જાળવણી સુધી તેમાં અભૂતપુર્વ સફળતા મળી રહી છે.
વર્ષ 2012 માં મુન્દ્રામાં વિવિધ જાહેર સ્થળોએ આશરે 1,00,000 વૃક્ષો વાવીને ફાઉન્ડેશને સામૂહિક વૃક્ષારોપણ શરૂ કર્યું હતુ. ત્યારબાદ 2૦2૦-
2૦21 માં મુન્દ્રાના નાના કપાયા ગામમાં 6,૦૦૦ થી વધુ વૃક્ષો વાવવા માટે એક અનોખી ભાગીદારી માટે હાથ મિલાવ્યા. ઓગસ્ટ 2024 માં
અદાણી ફાઉન્ડેશનને ગુજરાત સરકાર દ્વારા 1.7 લાખથી વધુ વૃક્ષારોપણના સામૂહિક વનીકરણના પ્રયાસો માટે વન પંડિત એવોર્ડ એનાયત
કરવામાં આવ્યો હતો.