અંધજન મંડળ KCRCમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સરકારી ભરતીના ફોર્મ ભરાશે
અંધજન મંડળ સંસ્થા દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં પહેલીવાર ફક્ત દિવ્યાંગો સ્પર્ધાત્મક પરીક્ષા અંગેના ફોર્મ ભરવામાં આવશે.
સંસ્થાના અગ્રણીના જણાવ્યા અનુસાર દિવ્યાંગ વ્યક્તિઓ માટે ગુજરાત સરકાર દ્વારા ૨૦૦૦૦ થી વધુ સરકારી નોકરીની જાહેરાતો સોં પ્રથમવાર બહાર પાડવામાં આવી છે. ગુજરાત સરકારની ક્લાસ ૧, ક્લાસ-૨ અને ક્લાસ-૩ ની જગ્યાઓ પર દિવ્યાંગ વ્યક્તિઓને સરકારી નોકરી આપવામાં આવશે. આ માટે અંજન મંડળ સંસ્થા દ્વારા ફોર્મ ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ દિવ્યાંગ વિદ્યાર્થી ઉમેદવારોને માટે GPSC અથવા અન્ય સરકારી પરીક્ષાઓની તૈયારી કરી રહેલા તમામના ફ્રોમ ભરી આપવામાં આવશે તથા દિવ્યાંગ વ્યક્તિઓને પોતાની લાયકાત મુજબ કઈ કેટેગરીમાં ફોર્મ ભરી શકાય તે મોટી મુજવણ હોય છે તો તેનું સચોટ માર્ગદર્શન અને ફોર્મ ભરી પ્રિન્ટ કાઢી આપવાની નિ:શુલ્ક વ્યવસ્થા આ સંસ્થા દ્વારા કરવામાં આવી છે. જેથી સમગ્ર કચ્છના વધુમાં વધુ દિવ્યાંગ લોકોને સરકારી નોકરી મળી શકે અને સંસ્થા અને સરકારશ્રી ને જે હેતુ છે તે ચરિતાર્થ થઇ શકે અને દિવ્યાંગ લોકો સશક્ત બની શકે.
તમામ ઉમેદવારોને શાળાનો પ્રમાણપત્ર, અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે પાત્રતા માપદંડ, વિકલાંગતાનો સર્ટિફિકેટ, એચ.એસ.સી. થી કરીને બધી જ માર્કશીટ, 12 + કોલેજ ની ડિગ્રી સર્ટિફિકેટ, પાસપોર્ટ સાઈઝ ના ફોટો આ તમામ દસ્તાવેજો જરૂરી છે .પરીક્ષા માટેના ફોર્મ ભરવાનું સ્થળ અંધજન મંડળ કે.સી.આર.સી.ભુજ ખાતે રહેશે તથા અમારા અન્ય સેન્ટરોમાં દીરયાસ્થાન મંદિર, નખત્રાણા ખાતે, યોગેશ્વર નગર, નળિયા ખાતે અને રોટરી ક્લબ હોલ, મુન્દ્રા ખાતે પણ આ ફોર્મ ભરવાનો સમય સવારના 10 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધીનો રહેશે જેની સર્વે દિવ્યાંગ વ્યક્તિઓએ નોંધ લેવી.