ક્રિકેટ શટ્ટાનો જુગારનો કેશ શોધી કાઢતી પ્રાગપર પોલીસ

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા ના.પો.અધિ.શ્રી.આર.ડી.જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજનાઓએ દારૂ તથા જુગારની બદી નેસ્તા નાબુદ કરવા તથા હાલમાં આઈ.પી.એલ.ટી-૨૦ ક્રિકેટ ચાલુમાં હોય સટ્ટાની ગેરકાયદેસર પ્રવૃતી શોધી અંકુશમાં લાવવા સુચના આપેલ હોઈ જે અનવ્યે પ્રાગપર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર આર.જે.ઠુમ્મર સાહેબનાઓની સુચના તથા માર્ગદર્શન મુજબ પ્રાગપર પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ.રાજ આર.જેસર નાઓને સચોટ અને ભરોસાપાત્ર બાતમીરાહે હકીકત મળેલ કે, પ્રાગપર ચોકડીના પુલીયા પાસે આવેલ આશાપુરા હોટલ નજીક ખુલ્લામાં એક ઈસમ ટાટા આઈ.પી.એલ. ટી-૨૦ ક્રિકેટ મેચનું મોબાઈલમાં સ્કોર જોઈ મોબાઈલ ફોનમાં ઓનલાઈન આઇ.ડી. દ્રારા સોદા કરી રૂપિયાની હારજીતનો જુગાર રમે છે જે મળેલ બાતમી હકીકત આધારે તાત્કાલીક વર્ક આઉટ કરી રેઇડ કરતા મોબાઇલમાં આઈ.ડી.નું બેલેસેન્સ રૂ.૯૬૦૨/- જેટલુ રાખી તથા નીચે મુજબના મુદ્દામાલ સાથે એક ઇસમ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી

(૧) રાજેશ ઉર્ફે રાજ મેરામણ મ્યાત્રા (આહીર) ઉ.વ.૩૦ ધંધો.ખેતી રહે.આહીરવાસ, ગુંદાલા તા.મુંદરા મો.નં.૯૯૧૩૭૫૭૬૯૭

પકડવાનો બાકી આરોપી

(૨) રાજેશ ભાનુશાલી રહે-મુંદરા મોબાઇલ નંબર.૯૫૪૦૪૩૨૭૫૭

કબ્જે કરેલ મુદ્દામાલ

(૧) Galaxy S21 FE 5G એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦/-

(૨) રોકડ રૂપિયા રકમ ૧૧૦૦/-, એમ કુલ્લે કિ.રૂ.૧૧૧૦૦- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.

આ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ :-

આ સરાહનીય કામગીરીમાં ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર આર.જે.ઠુમ્મર સાહેબનાઓની સુચનાથી પો.હેડ કોન્સ. ઈશ્વરકુમાર સી.ચૌધરી તથા પો.કોન્સ. રાજ આર. જેસર તથા પો.કોન્સ. મહેશકુમાર બી. ચૌહાણ તથા પો.કોન્સ. હિતેશકુમાર એચ. કુંભારનાઓ જોડાયેલ હતા.