આંતંકીઓનું હવે આવી બન્યું છે : કાશ્મીરમાં પર્યટકો પર હુમલો કરનાર આતંકીને બક્ષવામાં આવશે નહીં

copy image

copy image

  કાશ્મીરમાં પર્યટકો પર થયેલા મોટા આતંકી હુમલાનાં ઘેરા પડઘા પડયા છે. ત્યારે સૂત્રોનું કહેવું છે, સાઉદી અરબના બે દીવાસના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાંથી પણ સતત સ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરીને તાત્કાલિક નક્કર કાર્યવાહી સુનિશ્ચિત કરવા અને ઘટનાસ્થળની મુલાકાત લેવા જણાવ્યુ હતું. ત્યારે આપના દેશના વડાપ્રધાન મોદીએ જણાવ્યુ કે, કોઈને છોડાશે નહીં અને આતંકીઓનો નાપાક એજન્ડા સફળ નહીં થવા દેવાય. અમિત શાહ દ્વારા દિલ્હીમાં આ ઘટના સબબ એક ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી. જેમાં ઉપરાજ્યપાલ મનોજ સિંહા, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા,  સીઆરપીએફ ડીજી, કાશ્મીર ડીજીપી અને સેનાનાં અધિકારીઓ પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.  બેઠક બાદ સાંજે વડાપ્રધાનની સૂચના અનુસાર શાહ કાશ્મીરની મુલાકાતે ગયેલ હતા. અમીત શાહનું કહેવું છે કે, કોઈ પણ આતંકીને બક્ષવામાં આવશે નહીં. ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીર જતાં પહેલા સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતાં લખ્યું હતું કે, પહલગામમાં પ્રવાસીઓ ઉપર થયેલા હુમલાથી દુ:ખી છું. મારી સંવેદના મૃતકોનાં પરિવાર સાથે છે. આ જઘન્ય આતંકી હુમલામાં સામેલ કોઈને પણ છોડાશે નહીં. ત્યારે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે, વડાપ્રધાન મોદીએ આ હુમલાની નિંદા કરવા સાથે દુ:ખ પ્રગટ કર્યું હતું. તેઓએ પોસ્ટ દ્વારા જણાવ્યુ કે, જે લોકોએ પોતાના પ્રિયજન ગુમાવ્યા છે તેમનાં પ્રત્યે સંવેદના છે. ઘાયલો જલ્દી સાજા થઈ જાય તેવી પ્રાર્થના. આ હુમલામાં ઘાયલ થયેલ લોકોને તમામ સહાયતા આપવામાં આવી રહી છે.  વડાપ્રધાન વધુ લખીને જણાવ્યુ કે, આ જઘન્ય કૃત્યુ પાછળ જે કોઈ પણ છે તેને ન્યાયનાં કઠેડામાં લાવવામાં આવશે. બખ્શવામાં નહીં આવે. તેનો નાપાક એજન્ડા ક્યારેય સફળ નહીં થાય. આતંકવાદ સામે લડવાનો અમારો દૃઢ સંકલ્પ છે અને તે વધુ મજબૂત થશે.