કચ્છ જીલ્લામાં ગરમીનો પ્રકોપ : મે માસના પહેલાં પખવાડિયા સુધી આકરા તાપમાંથી કોઈ મોટી રાહત મળે તેવા આસાર નહીં

copy image

કચ્છ જીલ્લામાં ચૈત્ર માસમાં પડી રહેલ કાળજાળ ગરમીથી જનજીવન ત્રાહિમામ પોકારી ઊઠ્યું છે. ત્રણેક દિવસ અગાઉ પવને થોડી રાહત આપ્યા બાદ ફરી ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. ત્યારે સૂત્રોના કહેવા અનુસાર ભુજ અને અંજાર-ગાંધીધામમાં મહત્તમ પારો 42 ડિગ્રીને પાર પહોંચતા લોકો ગરમીમાં બળી ઉઠ્યા છે. શનિવાર સુધી મહત્તમ પારો 40થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના જણાઈ રહી છે. અંજાર-ગાંધીધામને સમાવતા કંડલા એરપોર્ટમાં 42.4 અને જિલ્લા મથક ભુજમાં એક ડિગ્રીના વધારા સાથે તાપમાન 42.1 ડિગ્રીએ પહોંચ્યું હતું. મહત્તમ પારો 40 થી 4પ ડિગ્રી વચ્ચે રહેતાં લોકોને ગરમીમાંથી કોઈ રાહત મળી નથી. હજુ પણ મે માસના પહેલાં પખવાડિયા સુધી આકરા તાપમાંથી કોઈ મોટી રાહત મળે તેવા આસાર નથી. ત્યારે હવામાન વિભાગ દ્વારા મહત્તમ તાપમાન હજુ ઉંચકાઈ 44 ડિગ્રીના આંક સુધી પહોંચવાની સંભાવના જાહેર કરાઈ છે.