અંજારના જૂની દુધઈમાં એક યુવાન પર ત્રણ શખ્સોનો હુમલો

copy image

copy image

અંજાર ખાતે આવેલ જૂની દુધઈમાં અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી ત્રણ શખ્સોએ એક યુવાન ઓર હુમલો કરી દેતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 20/04ના રાતના સમયે દુધઈમાં રહેનાર જયંતી અરજણ કોળી નામનો યુવાન બાઈક લઈને ગંગાજી મંદિર પાછળ કામ અર્થે ગયેલ હતો. જ્યાં આરોપી ઈશમોએ આવી અને અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી ગાળાગાળી કરી હતી અને બાદમાં લોખંડની ટામી, દાંતાવાળુ ચકર તથા ધોકા વડે હુમલો કરી દીધો હતો. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.