રાપરના બેલામાં પિતા-પુત્રીએ માર મારતાં એક યુવાન ઘાયલ
copy image

રાપરના બેલામાં પિતા-પુત્રીએ માર મારતાં એક યુવાન ઘાયલ થયો હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવના ફરિયાદી એવા દિનેશ નામેરી રાઠોડ અને પરિવારજનો ઘરે હતા તે દરમ્યાન આરોપીએ અને તેની દીકરીએ ત્યાં આવી ગાળાગાળી કરી હતી. તેમજ ફરિયાદીની બહેનને થપ્પડ મારતાં ફરિયાદીએ ધક્કો મારતાં આરોપી ઈશમ નીચે પડી ગયો હતો.તે દરમ્યાન આરોપીની દીકરીએ પથ્થરનો છૂટો ઘા કરતાં ફરિયાદીને માથામાં ઇજા પહોંચી હતી. ઉપરાંત બધાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલ હતી. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.