નખત્રાણાના મથલ નજીક બોલેરો અને બાઈક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બાઈકચાલકનું મોત

copy image

copy image

નખત્રાણા ખાતે આવેલ મથલ નજીક બોલેરો અને બાઈક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બાઈકચાલકનું મોત નીપજયું છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 21/4ના રાત્રે મથલની ગૌશાળામાં રહેતા મૂળ બનાસકાંઠાના ગોવિંદરામ તેમની બાઇક લઈને મથલ આવી રહ્યા હતા તે દરમ્યાન કોટડાથી મથલ વચ્ચે હરણપીર દરગાહ નજીક બોલેરો ગાડીના ચાલકે પૂરપાટ બેદરકારીથી ચલાવી ગોવિંદરામની બાઇકને અડફેટે લેતાં તે નીચે પટકાયા હતા. સર્જાયેલ અકસ્માતમાં તેમને હાથ-પગ તથા માથામાં ગંભીર ઇજા પહોંચતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા જ્યાં સારવાર કારગત ન નીવડતાં તેમનું મોત થયું હતું. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.