ગાંધીધામના ગણેશનગરમાં 21 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી

copy image

copy image

ગાંધીધામના ગણેશનગરમાં 21 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી હતી. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ શહેરના ગણેશનગર સેકટર-6માં આ બનાવ બન્યો હતો. અહી રહેનાર અવંતિકા દિનેશ ગરવા નામની યુવતીએ જીવનનું અંતિમ પગલુ ભરી લીધું હતું. ગત તા. 21-4ના સાંજના સમયે હતભાગી ઘરે હાજર હતી તે સમયે કોઈ અકળ કારણોસર પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતી જ્યાં સારવાર દરમ્યાન આ યુવતીએ અંતિમ શ્વાસ લીધા હતા. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.