ભુજના નાના બંદરાની વાડીમાં 19 વર્ષીય પરપ્રાંતીય શ્રમિક યુવાને પાકમાં છાંટવાની દવા ગટગટાવી લેતાં મોત

copy image

ભુજના નાના બંદરાની વાડીમાં 19 વર્ષીય પરપ્રાંતીય શ્રમિક યુવાને પાકમાં છાંટવાની દવા ગટગટાવી લેતાં મોતને ભેટી ગયો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહિસાગર જિલ્લા બાજુના હાલે નાના બંદરાની સીમમાં નરેન્દ્રસિંહ જાડેજાની વાડીમાં રહેતા શ્રમિક યુવાન રાજેશભાઇએ ગત તા. 18-4ના રાતના સમયે કોઈ અકળ કારણોસર પાકમાં છાંટવાની દવા પી લીધી હતી. બનાવ અંગેની જાણ થતાં જ તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો, જ્યાં સરવાર દરમ્યાન તેનું મોત થયું હતું.