રોજબરોજના ઘરકંકાસના કારણે નખત્રાણામાં યુવાને કર્યો આપઘાત

suicide

copy image

suicide
copy image

નખત્રાણામાં ઘરકંકાસના કારણે 38 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ નખત્રાણાની સરકારી વસાહતમાં રહેતા મૂળ નાના અંગિયાના બિપિન ધીરજલાલ વાળંદે જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. હતભાગીએ ઘરમાં થતી બોલાચાલી-ઘરકંકાસથી કંટાળી આજે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.