માળિયાથી હાજીપીર યાત્રાએ નીકળેલ 45 વર્ષીય આધેડની લાશ મળી આવી

copy image

copy image

માળિયાથી હાજીપીર માટે પદ તથા રિક્ષા મારફત યાત્રાએ નીકળેલ 45 વર્ષીય આધેડની લાશ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ માળિયા હાલે મોરબી રહેતો અલારખા માલાણી અને પરિજનો મોરબીથી હાજીપીરની યાત્રાએ પગપાળા તથા રિક્ષાથી નીકળ્યા હતા.  ગત તા. 20/4ના માધાપરના કાસમશા પીરની દરગાહ નજીક રાત્રિરોકાણ કર્યા બાદ સવારે હતભાગી ક્યાંક નીકળી ગયો હતો, જેની શોધખોળ કરવા છતાં તે મળ્યો ન હતો. બાદમાં ગત દિવસે બપોરના સમયે મઢુલી નજીકના નાયરા પેટ્રોલ પંપની સામે બાવળોની ઝાડીમાં અલારખાની કોહવાયેલી લાશ મળી આવી હતી. માધાપર પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.