ત્રણ માસ અગાઉ ક્રીકમાંથી ઝડપાયેલા પાકિસ્તાની ઘૂસણખોર વિરુદ્ધ ફરિયાદ દાખલ

copy image

સૂત્રો જણાવી રહ્યા છે ત્રણ માસ પૂર્વે ક્રીકમાંથી ઝડપાયેલા પાકિસ્તાની ઘૂસણખોર સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 13મી જાન્યુ.ના કચ્છની ક્રીકમાંથી ઝડપાયેલા પાકિસ્તાની ઘૂસણખોર વિરુદ્ધ ફોરેનર્સ એક્ટ તળે ગુનો દાખલ કરવામાં આવેલ છે. નોંધાવવામાં આવેલ ફરિયાદ અનુસાર ગત તા. 13/1/25ના ભારતીય જળ સીમા બોર્ડર પિલર નં.1139થી સો મીટર અંદર ઘૂસેલા પાકિસ્તાની શખ્સ બાબુ આલુ ઈલીયાસ ઉમર ગની (રહે. કારોઘુંગરો, ગોલાર્ચી, જિલ્લો -સુજાવલ સિંધ પાકિસ્તાન)ને પાકિસ્તાની ચલણ અને ત્રણ કેકડા સાથે ઝડપી પાડવામાં આવેલ હતો. જેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.