“રોયલ્ટી કે પાસ પરમીટ વગર ખનીજ ભરેલ ટ્રક પકડી ખાણ-ખનીજ વિભાગ દ્વારા રૂ.૭૬,૮૮૧/- નો રોકડ દંડ કરાવતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર રીતે થતી ખનીજ ચોરીઓ અટકાવવા માટે સુચના આપેલ.

જે અનુસંધાને ગઈ તા.૦૯/૦૪/૨૦૨૫ ના રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વાય.કે.પરમાર સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલાનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ચંગલેશ્વર મંદીર પાસે રોડ પર એક ટ્રક જેના રજી.નં. GJ 12 Y 6655 વાળી આવતા તેને ઉભી રખાવી ચેક કરતા ટ્રકમાં પથ્થર(ખનીજ) ભરેલ હોય જેથી વાહન ચાલક કાદર આરબ નોડે રહે. રતીયા તા.ભુજવાળા પાસે રોયલ્ટી પાસ-પરમીટ માગતા રોયલ્ટી પાસ-પરમીટ ન હોઇ જે અંગે ખાણ ખનીજ ધાર કલમ-૩૪ મુજબ વાહન ડીટેઇન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રીપોર્ટ કરેલ જેથી સદર બાબતે ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાના અધિકારીશ્રી દ્વારા કુલ્લે કિં.રૂ. ૭૬,૮૮૧/- નો દંડ વસુલ કરવામાં આવેલ.