વધુ 114 રાફેલ ખરીદશે ભારત

ભારત પોતાની લડાયક તાકાત વધુ મજબૂત કરવાની દિશામાં આગળ વધતાં 114 રાફેલ યુદ્ધવિમાન ખરીદશે.સૂત્રો પરથી મળતી માહિતી આ યોજના પર નાણાં વર્ષના અંત સુધીમાં ફેંસલો થઇ શકે છે તેવું સંરક્ષણ સચિવ રાજેશકુમાર સિંહે જણાવ્યું હતું. અત્યારે કંપનીઓ તરફથી મળેલા પ્રસ્તાવોની તપાસ કરાઇ રહી છે. ભારત આ સોદામાં વધુમાં વધુ સ્વદેશી ટેકનિકનો ઉપયોગ કરવા માગે છે. યોજના અનુસાર મોટાભાગના રાફેલ યુદ્ધવિમાન ભારતમાં જ એસેમ્બલ કરાશે જેમાં ભારતમાં નિર્મિત હથિયાર અને અન્ય સિસ્ટમ જોડાશે. સંરક્ષણ સચિવે જણાવ્યું હતું કે, ફ્રાન્સની કંપની પહેલાં ખરીદાયેલા રાફેલ મરીન વિમાનોમાં પણ ભારતીય હથિયાર જોડવા માટે સહમત થઇ ગઇ છે. ભારત પાસે અત્યારે 36 રાફેલ છે. એપ્રિલ-2025માં નૌકાદળ માટે 26 રાફેલ મરીન વિમાન ખરીદવાનો સોદો થયો હતો. આ વિમાનો 2030 સુધી મળી જવાની આશા છે. આમ, ચાર વર્ષમાં ભારત પાસે 62 રાફેલ થઇ જશે. સંરક્ષણ મંત્રાલયને મળેલા પ્રસ્તાવોનાં મૂલ્યાંકન બાદ ખરીદીની પ્રક્રિયા આગળ વધારાશે.