KDTTAના ખેલાડીઓ રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભમાં ભાગ લેવા રવાના


અહીના હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ-કેડીટીટીએ ખાતેની ટેનિસ એકેડમીની ના ખેલાડીઓ સેવી અગરિયા, સવિર અગરિયા, આર્ના ખત્રી અને જયના મહેશ્વરી શનિવારથી અમદાવાદ ખાતે યોજાનાર રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભ ટેનિસ ટુર્નામેન્ટમાં કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. જીલ્લા કક્ષાની ખેલ મહાકુંભ ટેનિસ ટુર્નામેન્ટમાં અંડર-11 બોયઝ વિભાગમાં સવ્યા અગરિયા ચેમ્પિયન અને સવિર અગરિયાએ બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જ્યારે અંડર-11 ગર્લ્સ વિભાગમાં જીલ્લા લેવલે અર્ના ખત્રીએ બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને જયના ત્રીજા સ્થાને રહી હતી. આ ચારેય ખેલાડીઓ મુખ્ય કોચ જીતેન્દ્ર પરમાર તેમજ આસિ.કોચ પ્રનેન્દ્ર ભોવડના માર્ગદર્શન હેઠળ શ્રીમતી ગીતા દેવી નૌરતમલ ગુપ્તા ટેનિસ કોર્ટ્સ, કેડીટીટીએ ખાતે તાલીમ લઇ રહ્યા છે. ખેલાડીઓને સંસ્થાના બધા પદાધિકારીઓએ શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા.