ભાજપ દ્વારા પહેલગામમાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ અપાઈ

જમ્મુ કાશ્મીરના પહેલગામ માં થયેલા આતંકી હુમલા થી સમગ્ર દેશ ના લોકો ભારે આક્રોશ માં છે અને ઠેર ઠેર થી મૃત્યુ પામેલ લોકો ને શ્રદ્ધાંજલિ આપી હુમલા માં સામેલ આતંકીઓ ને જડબા તોડ જવાબ આપવા માંગ થઇ રહી છે.

ત્યારે ભુજ માં પણ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર ભાજપ અને ભુજ તાલુકા ભાજપ દવારા હમીરસર તળાવ પાસે આજે આ હુમલા માં મૃત્યુ પામેલા લોકો ને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.

તમામ લોકો દવારા બે મિનિટ મૌન પાડયા બાદ મીણબત્તી પ્રગટાવી અને ત્યાર બાદ હનુમાન ચાલીસા ના પાઠ સાથે મૃતકો ને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

ધારાસભ્ય કેશુભાઈ પટેલે મૃતકો ને શ્રદ્ધાંજલિ આપી તેમના પરિવાર પ્રત્યે સંવેદના પાઠવી હતી અને જણાવ્યું હતું ને આ હુમલો સમગ્ર દેશના નાગરિકો ઉપરનો હુમલો છે સરકારે આ હુમલા પાછળ જવાબદાર લોકો ને કડક માં કડક શિખામણ મળે તેવા પગલાં લેવા જોઈએ અને ચોક્કસ પણે સરકાર દવારા કડક પગલાં લઇ આતંકી ઓને સજા આપવામાં આવશે તેવું જણાવ્યું હતું.

કાર્યક્રમ ઉપસ્થિત તમામ લોકો એ આતંકવાદી મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ ના નારા લગાવ્યા હતા.
આ કાર્યક્રમ માં જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, જિલ્લા ભાજપ સંગઠનના જયંતભાઈ માધાપરીયા, રાહુલભાઈ ગોર, શીતલભાઈ શાહ, પ્રફુલસિંહ જાડેજા,નગરપાલિકા ના અધ્યક્ષ રશ્મિબેન સોલંકી,ભુજ તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ વરસાણી, કેડીસીસી બેન્ક ના ચેરમેન દેવરાજભાઇ ગઢવી, ભાડા ના પૂર્વ ચેરમેન કિરીટભાઈ સોમપુરા,પૂર્વ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ પારૂલબેન કારા, ભુજ શહેર ભાજપ અધ્યક્ષ મિત ઠકકર અને સમગ્ર ટીમ , તાલુકા ભાજપ પ્રમુખ ભીમજીભાઈ જોધાણી અને સમગ્ર ટીમ, યુવા મોરચા ના અધ્યક્ષ તાપસ શાહ અને ટીમ, બક્ષીપંચ મોરચા ના માવજીભાઈ ગુંસાઈ, અનુ. જાતિ મોરચા ના અશોકભાઈ હાથી,લઘુમતી મોરચા ના આગેવાનો, મહિલા મોરચા ની બહેનો, ચૂંટાયેલા સદસ્યો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ નું સંચાલન યુવા મોરચા ના અધ્યક્ષ તાપસભાઈ શાહે કર્યું હતું. અને આયોજન ભુજ શહેર અને તાલુકા ભાજપની સમગ્ર ટીમ દવારા કરવામાં આવ્યું હોવાનું કચ્છ જિલ્લા ભાજપના સહ ઇન્ચાર્જ ચેતન કતીરા અને અનવરભાઈ નોડે ની યાદીમાં જણાવાયું હતું.