વાયોર પોલીસ સ્ટેશન વિસ્તારની સુઝલોન કંપનીની અલગ-અલગ પવનચક્કીઓમાં થયેલ કોપર કેબલ વાયરની ચોરી તથા નુકશાન અંગેનો વણશોધાયેલ ગુનો શોધી કાઢી આરોપીઓને પકડી પાડતી વાયોર પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી,પશ્ચિમ કચ્છ-ભુજનાઓ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ નખત્રાણા વિભાગ નખત્રાણા દ્વારા મિલકત સબંધી નોંધાયેલ અનડિટેક્ટ ગુન્હાઓનું શોધન કરવા સુચના આપવામાં આવેલ હોય.
જે અનુસંધાને વાયોર પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૨૦૫૦ ૪૧૨૫૦૦૬૦/૨૦૨૫ BNS કલમ-૩૦૫(એ),૩૩૧(૩),૩૩૧(૪),૩૨૪(૪) મુજબના કામે સુઝલોન કંપનીની ભારાવાંઢ, કોસા અને ગોલાય ગામની સીમમાં આવેલ પવનચક્કીઓમાંથી અલગ-અલગ સમયે કિંમત રૂપીયા.૯૧૮૦/- ના કોપર કેબલ વાયરની ચોરી તથા કિંમત રૂપીયા.૯૬૦૦૦/- નું નુકશાન થયા અંગેનો ગુનો નોંધાયેલ હોય જે અનુસંધાને વાયોર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઈન્સપેક્ટર શ્રી વી.એમ.ઝાલા તથા એ.એસ.આઇ. અનિરૂધ્ધસિંહ જાડેજા, રવિન્દ્રસિંહ સોઢા તથા પો. હેડ કોન્સ. ભરતભાઇ ચાવડા તથા, પો.કોન્સ.વિક્રમભાઇ ચૌધરી, ઓમદેવસિંહ રાણા એ રીતેના પોલીસ સ્ટાફના માણસો ગુના અંગેની તપાસમાં કાર્યશીલ હતા. તે દરમ્યાન પો.ઇન્સ. શ્રી વી.એમ.ઝાલા સા. તથા જખૌ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. અનિરૂધ્ધસિંહ શીવુભા જાડેજા નાઓને સયુંકત રીતે હ્યુમન સોર્સથી મળેલ બાતમી હકિકત આધારે આરોપીઓ (૧) અબ્દુલ્લાછા હાજીહુસેનછા પીરજાદા ઉ.વ.૩૧ રહે.કોસા, તા.અબડાસા-કચ્છ (૨) સતાર ઇસ્માઇલ અબડા ઉ.વ.૨૯ રહે.કોસા, તા.અબડાસા-કચ્છ વાળાઓને કોસા ગામથી તથા આરોપી (૩) આમદ ઓસમાણ ખોડ ઉ.વ.૩૯ રહે.મોકરશીવાંઢ, તા.અબડાસા-કચ્છ (૪) હસણ સિધીક મોકરશી ઉ.વ.૪૦ રહે.ભદ્રાવાંઢ, તા.અબડાસા-કચ્છ વાળાને નલીયાથી વાયોર પોલીસ સ્ટેશન લાવી પુછ-પરછ કરતા ઉપરોકત ચારેય આરોપીએ અલગ-અલગ સમયે કોસા, ભારાવાંઢ અને ગોલાય ગામની સીમમાં આવેલ સુઝલોન કંપનીની પવનચક્કીઓમાંથી કોપર કેબલ વાયરની ચોરી તથા પવનચકકીઓમાં તોડ-ફોડ કરી નુકસાન કરેલ હોવાની કબુલાત આપતા ઉપરોકત ચારેય આરોપીઓને અટક કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ,સરનામું:-
(૧) અબ્દુલ્લાછા હાજીહુસેનછા પીરજાદા ઉ.વ.૩૧ રહે. કોસા, તા.અબડાસા-કચ્છ
(૨) સતાર ઇસ્માઇલ અબડા ઉ.વ.૨૯ રહે.કોસા, તા.અબડાસા-કચ્છ
(૩) આમદ ઓસમાણ ખોડ ઉ.વ.૩૯ રહે. મોકરશીવાંઢ, તા.અબડાસા-કચ્છ
(૪) હસણ સિધીક મોકરશી ઉ.વ.૪૦ રહે.ભદ્રાવાંઢ, તા.અબડાસા-કચ્છ
કબ્જે કરેલ મુદ્દામાલ:-
(1) VIVO કંપનીનો V29 મોડલનો મોબાઇલ કિંમત રૂપીયા.૫૦૦૦/-
(૨) VIVO કંપનીનો T1 5G મોડલનો મોબાઇલ કિંમત રૂપીયા.૫૦૦૦/-
સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
ઉપરોક્ત કામગીરી વાયોર પો.સ્ટે.ના ઇન્ચાર્જ પોલીસ ઈન્સપેક્ટરશ્રી વી.એમ.ઝાલા તથા એ.એસ.આઇ. અનિરૂધ્ધસિંહ જાડેજા, રવિન્દ્રસિંહ સોઢા તથા પો.હેડ કોન્સ. ભરતભાઇ ચાવડા તથા પો.કોન્સ. વિક્રમભાઇ ચૌધરી, ઓમદેવસિંહ રાણા નાઓ દ્વારા કરવામાં આવેલ છે.