ફીલ્મી ઢબે પીસ્ટલ હથિયા૨ બતાવી ૨ વ્યક્તિનુ અપહ૨ણ ક૨ી ગુનાને અંજામ આપનાર આરોપીને પકડી પાડતી લાકડીયા પોલીસ


મે.પોલીસ મહાનિરિક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ-કચ્છ તેમજ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉનાઓએ શરીર સબંધી/મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ આવા ગંભીર ગુનાઓ આચરનાર નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા કાઢવા સારૂ આપેલ સુચના અન્વયે પંજાબ રાજ્યના કપુરથલ્લા જિલ્લાના સદર ફાગવાડા પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર નંબ૨-૪૩/૨૦૨૫ બી.એન.એસ કલમ-૧૩૮,૧૪૦ તથા આર્મ્સ એક્ટની કલમ-૨૫,૨૭ મુજબનો ગુનો ગઈ તા.૨૪/૦૪/૨૦૨૫ ના રોજ દાખલ થયેલ જેમાં પંજાબ હાઇકોર્ટમાં પ્રેક્ટીસ ક૨તા વકીલ તથા તેની સાથે રહેતી મહીલાનું અપહરણ કરી લઇ ગયેલ તથા વકીલની દિકરીને પીસ્ટલ બતાવી ભયભીત કરી ઘરમાં બેસી રહેવા જણાવેલજેથી આ બાબતે ફરીયાદીશ્રીએ સદર ફાગવાડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપતા ઉપરોક્ત ગુનો દાખલ થવા પામેલ.
ઉપરોક્ત ગુના કામે પંજાબ રાજ્યના કપુરથલા જિલ્લાના સદર ફાગવાડા પોલીસે આગળની તપાસ હાથ ધરી ફરીયાદીના દિકરા અને તેની મીત્રનું અપહરણ કરવામાં પંજાબ રાજ્યમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ખુન, મારામારી,ચોરી અને એન.ડી.પી.એસના ગંભીર ગુનાઓમાં પકડાયેલ આરોપી અને હાલે પંજાબની લુધીયાના જેલમાં ૨૦૧૨ માં થેયલ ખુનના કેસમાં સજા કાપી રહેલ ઈસમ હરવિંદર ઉર્ફે બિન્દર સન/ઓફ લક્ષ્મનસિંગ રહે.તલવાડા તા.જિ-લુધીયાના પંજાબવાળો પેરોલ રજા પ૨ જેલમાંથી બહાર આવી પેરોલ જમ્પ મારી અન્ય સહ આરોપીઓ સાથે મળી ગુનાને અંજામ આપેલ હોવાનું જણાઈ આવેલ અને હાલે સદરહુ આરોપી અત્રેના લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હોવાની હકિકત મળતા પંજાબ પોલીસે લાકડીયા પોલીસ સ્ટેશનાનો સંપર્ક કરી સદરહુ બનાવની હકિકત જણાવી આરોપી લાકડીયા વિસ્તારમાં આવેલ હોવાનું જણાવતા લાકડીયા પોલીસ દ્વારા ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અલગ-અલગ ટીમો બનાવી સદરહુ આરોપીની તપાસ કરી પકડી પાડવા સારુ ચક્રો ગતીમાન કરેલ જે અન્વયે સદરહુ આરોપી મોરબી-સામખીયાળી નેશનલ હાઈવે પર આવેલ એક હોટલ પાસે હોવાની સચોટ હકિકત મળતા તુરંત આરોપીને હકિકત આધારે ઝડપી લેવામાં આવેલ અને સદરહુ આરોપી ખુબ જ શાતીર અને રીઢો ગુનેગાર હોય જેને પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતા પોતે વર્ષ-૨૦૧૨ માં ડબલ મર્ડર કેસમાં લુધીયાના જેલમાં સજા કાપી રહેલ છે અને હાલે પેરોલ રજા ૫૨ જેલમાંથી બહાર આવી પેરોલ જમ્પ કરી સદરહુ અપહરણના ગુનાને અંજામ આપેલ હોવાનું તેમજ અપહરણ થયેલ બંને વ્યક્તિઓનુ મર્ડર પણ કરેલ હોવાની હકિકત જણાવેલ જેથી સદરહુ આરોપીને પંજાબ પોલીસે આપેલ માહિતી આધારે બી.એન.એસ.એસ કલમ-૩૫ (૧)(જે) મુજબ ધોરણસર અટક કરી ગુના કામે કબ્જો મેળવી લેવા સારુ પંજાબ પોલીસને જાણ કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
પક્ડાયેલ આરોપી:-
હરવિંદર ઉર્ફે બિન્દર સન/ઓફ લચ્છમનસંગ ઉર્ફે લક્ષ્મસિંગ રામદાસી (કલે૨) ઉ.વ-૩૫ ૨હે.તલવાડા તા.જિ-લુધીયાના પંજાબ
આરોપી વિરૂધ્ધ તાજેતરમાં દાખલ થયેલ ગુનો:-
પંજાબ સદર ફાગવાડા પોલીસ સ્ટેશન એફ.આઈ.આર નં-૦૦૪૩/૨૦૨૫ બી.એન.એસ કલમ-૧૩૮,૧૪૦ તથા આર્મ્સ એક્ટની કલમ-૨૫,૨૭ મુજબ
આરોપીનો ગુનાહીત ઈતિહાસ
(૧) પંજાબ હૈબોવલ પોલીસ સ્ટેશન ગુના નં.૦૮/૨૦૧૨ ઈ.પી.કો કલમ-૩૦૨,૩૭૯,૪૬૫,૪૬૮,૪૭૧,૪૭૪,૧૨૦(બી)
(૨) પંજાબ દાખા પોલીસ સ્ટેશન ગુના નં.૦૧/૨૦૧૨ ઈ.પી. કો કલમ-૩૮૦,૪૫૭
(૩) પંજાબ હૈબોવલ પોલીસ સ્ટેશન ગુના નં.૨૩/૨૦૧૨ ઈ.પી.કો કલમ-૩૭૯,૪૧૧
(૪) પંજાબ લુધીયાના ડીવિઝન-૭ પોલીસ સ્ટેશન ગુના નં.૧૮૨/૨૦૧૫ ઈ.પી.કો કલમ-૩૪૧,૩૨૩,૫૦૬,૧૪૮,૧૪૯
(૫) પંજાબ સંગરૂર સીટી-૧ પોલીસ સ્ટેશન ગુના નં.૩૫૮/૨૦૧૬ પ્રીસન એક્ટ-પ૨(એ)
(૬) પંજાબ સંગરૂર સીટી-૧ પોલીસ સ્ટેશન ગુના નં.૩૭૩/૨૦૧૬ ઈ.પી.કો કલમ-૩૨૩,૩૨૪,૩૪
(૭) પંજાબ કોતવાલી કપુરથલા પોલીસ સ્ટેશન ગુના નં.૧૪/૨૦૧૮ પ્રીસન એક્ટ-પ૨(એ)
(૮) પંજાબ કોતવાલી કપુરથલા પોલીસ સ્ટેશન ગુના નં.૨૭૬/૨૦૧૫૮ એન.ડી.પી.એસ એક્ટકની કલમ -૨૧,૬૧,૮૫
(૯) પંજાબ પી.એ.યુ પોલીસ સ્ટેશન ગુના નં.૬૦/૨૦૨૨ એન.ડી.પી.એસ એક્ટની કલમ-૨૧(બી)
આ સફળ કામગીરી લાકડીયા પોલીસ સ્ટેશન દ્વારા ક૨વામાં આવેલ છે.