વરસામેડીમાં વેલસ્પન કંપની નજીક બાવળની ઝાડીમાંથી એક યુવાનની લાસ મળી આવી

copy image

copy image

અંજાર તાલુકાના વરસામેડીમાં વેલસ્પન કંપની નજીક અજાણ્યા યુવાનની લાસ મળી આવતા ચકચાર મચી જવા પામી છે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ કંપનીમાં સવા મહિના પહેલાં કામ અર્થે આવેલા આ યુવાનની લાસ પતરા કોલોની પાછળ બાવળની ઝાડીમાં મળી આવી હતી સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર બનાવની આગલી રાતથી જ આ યુવાન ગુમ હતો તે પછીની સવારે વેલસ્પન કંપની નજીક બાવળની ઝાડીમાથી તે યુવાનની લાસ મળી આવી હતી કોઈ અજાણ્યા શખ્સોએ આ હતભાગીની હત્યા નિપજાવી હતી તે યુવાનની હત્યા કોણે અને શા માટે કરી? તે આગણની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.