પશ્ચિમ કચ્છ જીલ્લામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા એસ.ઓ.જી. તથા પશ્ચિમ કચ્છ જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા બોર્ડરના તમામ વિસ્તારમાં રહેતા પરપ્રાંતિયોનું વેરીફિકેશન હાથ ધરવામાં આવેલ”

[4:41 PM, 4/28/2025] Geeta Rabari: પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી વિકાસ સહાય સાહેબનાઓએ પરપ્રાંતિયો બહારથી આવી વસવાટ કરતા હોય તેમને ચેક કરી અને જો ગેરકાયદેસર વસવાટ કરતા હોય તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે અન્વયે પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા જીલ્લામાં પરપ્રાંતિયો બહારથી આવી ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હોય તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ તથા એસ.ઓ.જી શાખા તથા તમામ પોલીસ સ્ટેશનો દ્વારા સોની બજારમાં કામ કરતા કારીગરો, મુસાફરખાના, કંપનીઓ, કારખાનાઓ, હોટલો, ધાબાઓ, ગામડામાં મજુરી કામે આવેલ પરપ્રાંતિયો વિગેરે જગ્યાએ પેટ્રોલીંગ કરી બહારથી આવી વસવાટ કરતા હોય તેમને ચેક કરવામાં આવેલ જેમાં અલગ અલગ રાજ્યના વસવાટ કરતા કુલ્લે ૯૨૭ લોકોના તમામ ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવેલ. પરંતુ કોઇ શંકાસ્પદ વ્યક્તી હાલે મળી આવેલ નથી તેમ છતા તેની ખરાઇ કરવાની પ્રક્રિયા ચાલુમાં છે.

આથી પશ્ચિમ કચ્છ જીલ્લામાં વસવાટ કરતા તમામ લોકોને વિનંતી છે કે આપણી આસપાસ કોઇ શંકાસ્પદ વ્યક્તી રહેતા હોય તો તુરંત જ પશ્ચિમ કચ્છ જીલ્લાના કંટ્રોલ રૂમ નંબર ૯૮૮૯૮ ૮૪૨૮૪ તથા ૦૨૮૩૨ ૨૫૦૯૬૦ તેમજ નજીકના પોલીસ સ્ટેશન જાણ કરશો.
[4:46 PM, 4/28/2025] Kc: https://kutchcarenews.com/news/?p=132259