આજે 1 may એટલે ગુજરાતનો 65મો સ્થાપના દિવસ

copy image

આજે 1 મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ છે. આ દિવસને સંપૂર્ણ ઉત્સાહથી ઉજવવામાં આવે છે, જે રાજ્યની સ્થાપના અને પ્રગતિને માન આપવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્પર્ધાઓ અને સેમિનાર દ્વારા ઉજવવામાં આવે છે. આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ અથવા ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઓળખવામાં આવે છે.

આજે ગુજરાત રાજ્યનો 65મો સ્થાપના દિવસ છે. ગુજરાતના 65માં સ્થાપના દિવસની ઠેર-ઠેર ઉજવણી પણ થઈ રહી છે.  આજના દિવસે જ કેન્દ્ર સરકારે ભાષાના આધારે બે રાજ્યોની સ્થાપના કરી હતી અને બોમ્બે સ્ટેટ એટલે કે બૃહદ મુંબઈને વિભાજિત કરીને બે રાજ્ય તરીકે ગુજરાત અને મહારાષ્ટ્રને અસ્તિત્વમાં આવ્યા હતા. તેથી આજના દિવસે ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઓળખવામાં આવી છે.

1955-56માં ગુજરાત રાજ્યની અલગ સ્થાપના કરવાની માગે જોર પકડ્યું હતું તે સમયે કેન્દ્રમાં જવાહર લાલ નહેરુ વડાપ્રધાન પદે હતા. ગુજરાતમાં અલગ રાજ્યની માગ વધારે પ્રબળ થતાં   કેન્દ્ર અને તત્કાલિન બોમ્બે રાજ્યની સરકારને માંગ સ્વીકારવી પડી હતી. આ સાથે જ 1 મે દરમિયાન રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. જે ભાગમાં ગુજરાતી ભાષા બોલાતી હતી. તેને ગુજરાતનો ભાગ બનાવ્યો અને જે ભાગમાં મરાઠી ભાષા બોલાતી હતી, તેને મહારાષ્ટ્ર રાખવામાં આવ્યું.