લાકડિયામાંથી બે પત્તાપ્રેમીઓની અટક

copy image

copy image

  ભચાઉ ખાતે આવેલ લાકડિયામાંથી બે પત્તાપ્રેમીઓને પોલીસે દબોચી લીધા છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત સાંજના સમયે લાકડિયા ગામની પાંજરાપોળ નજીક જાહેર જગ્યામાં બે શખ્સ ગંજીપાનાં વડે પૈસાથી હારજીતનો જુગાર રમી રહ્યા હતા. તે સમયે અચાનક ત્રાટકેલી પોલીસે અહીથી બંને ઈશમોને રંગે હાથ દબોચી લીધા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.