11 વર્ષની બાળકીને લલચાવીને તેના પર દુષ્કર્મ આંચરનાર નરાધમને આજીવન કારાવાસની સજા

copy image

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે 11 વર્ષની બાળકીને લલચાવીને તેના પર દુષ્કર્મ આંચરનાર નરાધમને આજીવન સુધી કારાવાસની સખ્ત સજા ફટકારવામાં આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ વર્ષ 2023માં બન્યો હતો. આરોપીએ પાડોશમાં રહેતી 11 વર્ષની બાળકીને લલચાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં આરોપી ઈશમે જો કોઈને કહીશ તો હું તને મારી નાખીશ એવી ધમકી સગીરાને આપેલ હતી. વધુમાં જાણવા મળી રહ્યું છે કે, દુષ્કર્મ બાદ સગીરા ગર્ભવતી થઈ હતી. ગભરાયેલી બાળકીએ પરિવારને સમગ્ર બાબતની જાણ કરી હતી. આ સમગ્ર બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી લઈ જેલના હવાલે કર્યો હતો. બાદમાં આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીને અંતિમ શ્વાસ સુધી કારાવાસની સખ્ત સજા સંભળાવી હતી.