માધાપર ધોરીમાર્ગ પરથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા ચકચાર

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે માધાપર ધોરીમાર્ગ પરથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે સવારના અરસામાં ભુજ-માધાપરના  ધોરીમાર્ગ દીપક પેટ્રોલપંપ નજીક આ બનાવ બન્યો હતો, અહી મૃત અવસ્થા પાંત્રીસેક વર્ષનો યુવાન દેખાતાં તેને જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ યુવાનના શરીર પર અન્ય કોઇ ઇજાના નિશાન ન હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે આગળની વધુ તપાસ આરંભી છે.