જખણિયામાં 55 વર્ષીય પ્રૌઢએ ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભર્યું

copy image

copy image

માંડવી ખાતે આવેલ જખણિયામાં 55 વર્ષીય પ્રૌઢએ કોઈ અકળ કારણોસર ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ  જખણિયામાં રહેતા નાનજીભાઇના પત્ની કેન્સરની બીમારીથી મૃત્યુ પામ્યા ત્યારબાદથી તેના વિયોગમાં તે  માનસિક તણાવથી પીડાતા હતા. તે દરમ્યાન તેમણે પંખામાં સાડી બાંધીને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.