બોર કુવા/ટયૂબ વેલનું બાંધકામ શરૂ કરતાં પહેલા જગ્યાના માલિકે સ્થાનિક સત્તામંડળ તથા પોલીસને ૧૫ દિવસ પહેલાં જાણ કરવાની રહેશે

copy image

કચ્છ કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે ફરમાવેલ હુકમ મુજબ કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં બોર-કુવા બનાવવા પહેલાં તથા બનાવ્યા બાદ બોરવેલ/ટયૂબ વેલના માલિક/ઉપયોગ કર્તા/ડ્રીલીંગ એજન્સીએ બોર વેલ/ટયૂબ વેલનું બાંધકામ શરૂ કરતા પહેલા જગ્યાના માલિકે સત્તામંડળ તથા સ્થાનિક પોલીસને ૧૫ દિવસ પહેલા જાણ કરવાની રહેશે. તમામ સરકારી, અર્ધ સરકારી, પ્રાઇવેટ ડ્રીલીંગ એજન્સીએ સ્થાનિક સતામંડળ પાસે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. બોર વેલ/ ટયૂબ વેલનું બાંધકામ અથવા સમારકામ ચાલુ હોય ત્યારે એજન્સીની વિગતો સાથે સલામતી સૂચક સાઇનબોર્ડ લગાવવાનું રહેશે. બોર વેલ/ટયૂબ વેલના બાંધકામ અથવા સમારકામ ચાલુ હોય ત્યારે ડ્રીલીંગ એજન્સીનું નામ તથા પુરું સરનામું તથા બોર વેલ/ટયૂબ વેલનો ઉપયોગ કરનાર એજન્સી અથવા માલિકનું નામ તથા પુરૂં સરનામું આપવું પડશે.
બોર વેલ/ટયૂબ વેલનું બાંધકામ અથવા સમારકામ ચાલુ હોય ત્યારે તેની આજુબાજુ કાંટાળા તાર અથવા યોગ્ય વાડ/અંતરાયો રાખવા પડશે. વેલ કેસીંગની આજુબાજુ ૦.૫૦X૦.૫૦X૦.૬૦(૦.૩૦ મીટર ગ્રાઉન્ડ લેવલ ઉપર તથા ૦.૩૦ મીટર ગ્રાઉન્ડ લેવલ નીચે) સિમેન્ટ કોંક્રીટ વાળું પ્લેટફોર્મ બનાવવાનું રહેશે. સ્ટીલ પ્લેટ વેલ્ડીંગ કરી અથવા નટ બોલ્ટ સાથે મજબૂત પ્લેટ ફીટ કરી બોર વેલ/ટયુબ વેલનું કેપીંગ કરવાનું રહેશે. પંપ સમારકામ અથવા અન્ય કોઇ સમારકામ દરમિયાન બોર વેલ/ટયૂબ વેલ ખુલ્લા છોડી શકાશે નહીં. બાંધકામ/સમારકામ પૂર્ણ થયા બાદ ખાડા/ચેનલમાં માટી ભરવાની રહેશે. બિન ઉપયોગી અથવા ત્યજી દેવાયેલ બોર વેલ/ટયુબ વેલ અંગે સ્થાનિક સતામંડળ પાસેથી એક પ્રમાણપત્ર મેળવવાનું રહેશે અને માટી/રેતી/કાંકરા વિગેરે દ્વારા નીચેથી ગ્રાઉન્ડ લેવલ સુધી ભરી દેવાના રહેશે. ડ્રીલીંગ પૂર્ણ થયા બાદ ગ્રાઉન્ડ લેવલ ડ્રીલીંગ શરૂ કર્યા પહેલા જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં લાવવાનું રહેશે. જે બોર વેલ/ટયૂબ વેલ હાલ બિન ઉપયોગી હોય પરંતુ ભવિષ્યમાં તેનો ઉપયોગ કરવાનો હોય તેને નટ બોલ્ટ સાથે બોરકેપ લગાવી ઢાંકી દેવાના રહેશે. આ હુકમ સમગ્ર કચ્છ જિલ્લામાં લાગુ પડશે. આ જાહેરનામું તા.૩૦/૦૬/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનારને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
અંજના ભટ્ટી ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦