મોબાઇલ લે-વેચ કરનાર વેપારીએ ગ્રાહકની સંપૂર્ણ ઓળખ રાખવી પડશે

copy image

રાજ્યમાં બનતા ગુનાઓમાં મોબાઇલ ફોનનો ઉપયોગ થાય છે. તેમજ મોબાઇલ ચોરીના ગુનાઓનું પ્રમાણ વધવા પામેલ છે. આવા ગુનાઓ શોધી શકવા માટે ગુનામાં વપરાયેલ અથવા ખોવાઇ ગયેલા મોબાઇલ ફોનના IMEI નંબરનું ટ્રેકીંગ કરી ગુનાના મૂળ સુધી પહોંચવા પ્રયત્નો કરવામાં આવે છે. ઘણી વખતે મોબાઇલ ફોનના વપરાશ કર્તા સુધી પહોંચવામાં આવે ત્યારે જાણવા મળે છે કે તેમને કોઇ અજાણ્યા માણસ પાસેથી મોબાઇલ ખરીદેલ છે જે મોબાઇલ વેચનાર/ખરીદ કરનારને ચોરાયેલ અથવા ગુનામાં વપરાયેલ હોવાની માહિતી હોતી નથી.
પ્રસ્તુત બાબતે આવા ગુનાઓના મૂળ સુધી પહોંચવા સાચા આરોપીને શોધી કાઢવા માટે જુના મોબાઇલના વપરાશકારે તે મોબાઇલ કોની પાસેથી ખરીદ કરેલ છે અથવા કોને વેચ્યો તે જાણવું જરૂરી જણાય છે. જેથી જુના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીએ મોબાઇલ લેતા પહેલા મોબાઇલ વેચનારનું તથા જુના મોબાઇલ વેચતી વખતે મોબાઇલ ખરીદનારનું ઓળખ અંગેનું પુરૂં નામ, સરનામું, નોંધવું જરૂરી છે.
આ હુકમ સમગ્ર કચ્છ જિલ્લાના વિસ્તારમાં લાગુ પડશે. આ જાહેરનામું તા.૩૦/૦૬/૨૦૨૫ સુધી લાગુ પડશે. આ જાહેરનામું કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
અંજના ભટ્ટી ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
