અંજારના સતાપરમાં 29 વર્ષીય યુવાનનો આપઘાત
copy image

અંજાર ખાતે આવેલ સતાપરમાં 29 વર્ષીય યુવાને કોઈ અકળ કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સતાપરમાં રહેતા રવિભાઈ પાંચાભાઈ છાંગાએ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. હતભાગી પોતાના ઘરે હતો તે સમયે કોઈ કારણોસર ઘરની નજીક થતાં ચાલુ બાંધકામ વાળા મકાનમાં દોરડા વડે ગળે ફાંસો ખાઈ જીવ ત્યાગી દિધો હતો. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.
