પ્રોહિબીશનનો કેસ શોધી કાઢતી લાકડીયા પોલીસ


મે.પોલીસ મહાનિરિક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા મે.નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓએ જિલ્લામાં પ્રોહિ-જુગારની બદી નેસ્ત-નાબુદ કરવા સારુ પ્રોહિ-જુગારના કેશો શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવા સારૂ આપેલ સુચના અન્વયે પોલીસ ઇન્સપેક્ટરશ્રી જે.એમ.જાડેજા લાકડીયા પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન હેઠળ લાકડીયા પોલીસ સ્ટાફના માણસો પ્રા.વાથી પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમી હકિકત આધારે સામખીયાળી-મોરબી નેશનલ હાઈવે રોડ પર જય શ્રી ઓમ બન્ના હોટલના પાછળના ભાગેથી પીક-અપ ગાડી સાથે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી પ્રોહિબીશન એકટ તળે ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ તજવીજ હાથ ધરેલ છે.
હાજર ન મળી આવેલ આરોપી:-
(૧) પીક-અપ ગાડી નંબર-GJ-36-T-5134નો માલીક
(૨) સોનુ બન્ના ઉર્ફે શ્રવણ જય શ્રી ઓમ બન્ના હોટલો સંચાલક

આ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ.જાડેજા તથા લાકડી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
