માધાપરના ધોરીમાર્ગ પરથી મળી આવેલ અજાણ્યા યુવાનનો મૃતદેહ નખત્રાણાના ટ્રકચાલકનો હોવાનું સામે આવ્યું

copy image

copy image

 બે દિવસ પૂર્વે માધાપરના ધોરીમાર્ગ પરથી મળી આવેલ અજાણ્યા યુવાનનો મૃતદેહ નખત્રાણાના દેવીસરના ટ્રકચાલકનો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ હતભાગી નખત્રાણાના દેવીસરનો ટ્રકચાલક માનણભાઇ અઢારેક દિવસ અગાઉ ટ્રકનો માલ ખાલી કરવા મુંબઇ ગયો હતો. ત્યાંથી માલ ખાલી કર્યા બાદ પરત સામખિયાળી સુધી આવેલ હતો. બાદમાં સામખિયાળીથી ઘરે આવવાનું કહ્યા બાદ તેમની સાથેનો સંપર્ક  તૂટી ગયેલ. અને માધાપર ધોરીમાર્ગે દીપક પેટ્રોલપંપ નજીકથી તેની બિનવારસુ હાલતમાં લાશ મળી હતી. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.