ચેક પરત ફરવાના કેસમાં રાપરની મહિલા આરોપીને એક વર્ષની કેદ

copy image

copy image

   ચેક પરત ફરવાના કેસમાં રાપરની મહિલા આરોપીને એક વર્ષની કેદ ફટકારવામાં આવેલ છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આરોપી મહિલા સંતોકબેન ભુરાભાઈ ઉર્ફે કલાભાઈ ભરવાડએ રાપર ખાતે આવેલ ગાગોદરના ક્રિષ્નાબેન દિલીપભાઈ સુથાર પાસેથી રૂા. 4.60 લાખ એક મહિનાની મુદત માટે ઉછીના લીધેલ હતા. જે પેટે આપવામાં આવેલ ચેક પરત ફરતા આરોપી મહિલા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી. જેમાં કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ  આરોપીને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદ તથા ચેકની રકમ રૂા. 4.60 લાખ ફરિયાદીને વળતર પેટે ચૂકવી આપવા, હુકમની તારીખથી ત્રીસ દિવસમાં અદાલતમાં જમા કરાવવા અને જો વળતર ચૂકવવામાં ન આવે તો વધુ ચાર માસની સાદી કેદનો હુકમ જાહેર કર્યો છે.