એકાદ માસ અગાઉ માંડવી-લાયજા રોડ પર સર્જાયેલ અકસ્માતમાં ઘાયલ થયેલ વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત
copy image

સૂત્રો જણાવી રહ્યા છે એકાદ માસ અગાઉ માંડવી-લાયજા રોડ પર અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા 60 વર્ષીય વૃદ્ધ ઘાયલ થયા હતા જેમનું સારવાર મોત થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 2-4ના રાત્રીના સમયે હતભાગી પોતાની બાઈક લઈને જઈ રહ્યા હતા તે સમયે ગામના બસ સ્ટેશન નાજેક અજાણ્યા વાહને આગળના ભાગે ટક્કર મારતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા પરંતુ સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું. પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.
