સીટી ટ્રાફિક પોલીસ દ્વારા આધુનિક ટેક્નોલોજીથી સુસજ્જિત નવા ટ્રાફિક પોલીસ બુથનું ઉદઘાટન કરી શરૂ કરવામાં આવ્યા

સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ, ગાંધીધામ નાઓના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક નિવારવા માટે આજ રોજ હોતચંદાણી સર્કલ, ગુડસાઈડ પુલ, ક્રોમા ચાર રસ્તા, ઓમ સિનેમા સર્કલ, એરપોર્ટ ચાર રસ્તા ખાતે ફુલ-૦૬ ટ્રાફિક પોલીસ બુથ મુકવામાં આવ્યા. જે ટ્રાફિક પોલીસ બુથ માઈક સિસ્ટમ તથા એલ.ઈ.ડી. ડિસ્પ્લે સિસ્ટમથી સુસજ્જિત કરવામાં આવેલ છે. જેના દ્વારા ટ્રાફિકનું નિયમન કરી શકાય તથા ટ્રાફિકના નિયમો અંગેની જાગૃતતા લાવવામાં મદદરૂપ થશે. ટ્રાફિક જવાન તડકા, વરસાદ તથા પ્રદુષણથી બચી શકે અને પોલીસ બુથની અંદર ઉભા રહી સરળતાથી ટ્રાફિક નિયમન કરાવી શકે તથા પોતાનુ સ્વાસ્થ્ય પણ જાળવી શકે તે હેતુથી ટ્રાફિક પોલીસ બુથ મુકવામાં આવેલ છે. જેમાં માન. પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ નાઓના હસ્તે ટ્રાફિક પોલીસ બુથનું ઉદઘાટન કરવામાં આવેલ. જેમાં માન. DYSP શ્રી એ.વી.રાજગોર સાહેબ, સીટી ટ્રાફિક પો.ઈન્સ.શ્રી વી.આર.પટેલ સાહેબ તથા પો.સ.ઈ. શ્રી ડી.જે.પ્રજાપતિ સાહેબ તથા સીટી ટ્રાફીક શાખાના કર્મચારીઓ તથા ટ્રાફીક બ્રીગેડના જવાનો હાજર રહ્યા.