મરીન કમાન્ડો નલીયાની ટીમને બિનવારસુ 3 પેકેટ કેફી પદાર્થ મળી આવ્યા

તારીખ..05/05/2025 ના રોજ સવારે 07.15 વાગ્યા થી જખૌ સેક્ટરના (નલિયા)મરીન કમાન્ડોની હિટ ટીમ કોસ્ટલ વિસ્તારમાં પીંગલેશ્વર બીચથી યક્ષ મંદિર કોસ્ટલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન પીગલેશ્વર થી એક કિલોમીટર સિંધોડી વિસ્તાર બાજુ જતા દરિયા કિનારે પાણીમાં તણાય આવેલા છૂટાછવાયા કેફી પદાર્થના ત્રણ પેકેટ મળી આવે છે.
જે પેકેટને ચેક કરતા તે કેફી પદાર્થોના પેકેટ હોય તેવું જણાય આવેલ છે.જે પેકેટનો કબજો લઈ, મરીન કમાન્ડોની ટીમના પી.એસ.આઇ. એચ.જે.રાઠોડ સાહેબ તેમજ સિનિયર કમાન્ડો લાખાભાઈ ડાભી તથા મરીન કમાન્ડો જયસુખભાઈ નૈયાત્રા તથા મરીન કમાન્ડો શંભુસિંહ જાડેજા તથા મરીન કમાન્ડો ધર્મેશભાઈ ડેર તથા મરીન કમાન્ડો નિલેશભાઈ ચુડાસમા તેમજ સ્ટેટ.આઈ.બી.ના એ.આઈ.ઓ.બી.બી.સંગાર તથા જખો.પોસ્ટ. પોલીસ કોન્સ્ટેબલ લાખીયારજી સોઢા સંયુક્ત કોસ્ટલ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આશરે 8:45 વાગ્યે પીગળેશ્ર્વર બીચ લેન્ડિંગ પોઇન્ટથી રાવલપીર મંદિર વચ્ચેના દરિયાકિનારે ફૂટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પાણીમાં તણાયેલા શંકાસ્પદ પદાર્થો છૂટાછવાયા બિન વારશું પેકેટ મળી આવે છે,જે પેકેટ અંદર શંકાસ્પંદ પદાર્થો હોય તેવું જણાઈ આવેલ છે,અને આવા કુલ ત્રણ પેકેટ મળી આવેલ છે જે પેકેટો ઉપર દરિયાઈ રેતી ચોટેલી ને દરિયાના પાણીથી ભોજાઈ ગયેલી હાલતમાં મળી આવેલ છે પેકેટ ગુલાબી કલરના વચ્ચેના ભાગે લાલ કલરની પટ્ટી છે જે પેકેટ પ્લાસ્ટિકના છે.આગળ ગોળ રાઉન્ડમાં અંગ્રેજીમાં NO .1 Quality jaman 1200 ગ્રામ લખેલું છે એવા કુલ ટોટલ ત્રણ પ્લાસ્ટિકના પેકેટ મળી આવેલ છે અને બિન વારસો શંકાસ્પંદ પદાર્થો પેકેટ મળેલ છે તેમજ તેની ખાતરી થવા સારું થઈને તપાસ થવા સારું શંકાસ્પદ પદાર્થોને પેકેટ્રોનો જથ્થો જખૌ પોલીસ સ્ટેશન માં જમા કરાવી આગળની કાર્યવાહી કરવામાં માટે સોંપેલ છે.
