શિવાની મંડલ મળી આવી : બિ ડિવિઝન પોલીસનું સફળ શોધખોળ ઓપરેશન

ગાંધીધામ: ગાંધીધામની બી ડિવિઝન પોલીસ સ્ટેશને ગઈકાલે સાંજે તેમના ઘરે પરથી અચાનક નીકળી ગયેલી 10 વર્ષીય શિવાની મુન્ના મંડલને આજ રોજ સફળતાપૂર્વક શોધી કાઢી તેના વાલી-વારસદારોને સોપી આપી છે.

શિવાની મુળરૂપે બિહાર રાજ્યના ભાગલપુર જિલ્લાના ભમ્મરપુરની રહેવાસી છે, પરંતુ હાલ સ્મશાન પુલિયાની બાજુમાં ગાંધીધામમાં રહે છે. ગઈકાલે સાંજે 6 વાગ્યાની આસપાસ કોઈને જાણ કર્યા વગર શિવાની ઘરે પરથી ચાલી ગઈ હતી, જેના કારણે પરિવારજનોએ તાત્કાલિક પોલીસમાં જાણ કરી હતી.

પોલીસ દ્વારા કરવામાં આવેલ સક્રિય શોધખોળના પરિણામે શિવાની આજે મળીને સુરક્ષિત રીતે પરિવારના હવાલે કરવામાં આવી છે. પોલીસની કામગીરીને લઈને પરિવારે આભાર વ્યક્ત કર્યો છે.