પાન્ધ્રો નજીક આવેલા ગોધાતડ ડેમમાં ગંભીર બેદરકારીનો કિસ્સો સપાટી પર : મૃત ભેંસ બે દિવસ સુધી ડેમના પાણીમાં જ પડી રહી

copy image

લખપત ખાતે આવેલ પાન્ધ્રો નજીક આવેલા ગોધાતડ ડેમમાં ગંભીર બેદરકારીનો કિસ્સો સપાટી પર આવ્યો છે, જેમાં આ ડેમ 20થી વધુ ગામોને પીવાનું પાણી પૂરું પાડે છે. બે દિવસ અગાઉ એક ભેંસ અકસ્માતે ડેમમાં પડી જવાથી મૃત્યુ પામી હતી, ત્યારે સૂત્રો જણાવી રહ્યા છે કે, સંબંધિત તંત્રની નિષ્ક્રિયતાને કારણે આ મૃત ભેંસ બે દિવસ સુધી ડેમના પાણીમાં જ પડી રહી. બનાવને પગલે સ્થાનિકોમાં ભારે રોષનો માહોલ જોવા મળેલ છે. ત્યારે વધુમાં જણાઈ રહ્યું છે રવિવારે જ્યારે મૃત ભેંસના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા, ત્યારે તંત્ર હરકતમાં આવી અને નિંભર વિસ્તારના તંત્રના સ્ટાફે JCBની મદદથી મૃત ભેંસને દૂર કરી અને આસપાસના વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
