ભચાઉના ચોપડવા નજીક આવેલા લાકડાંના બેન્સામાં રહી કામ કરનાર બાંગલાદેશીને પોલીસે ઝડપ્યો

copy image

copy image

પૂર્વ કચ્છમાં અનઅધિકૃત રીતે વસવાટ કરતા બાંગલાદેશી નાગરિકોને શોધી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ અધિકારીઓએ ખાસ સૂચના આપવામાં આવેલ છે આની વચ્ચે ભચાઉ ખાતે આવેલ ચોપડવા નજીક આવેલા લાકડાંના બેન્સામાં રહી કામ કરનાર બાંગલાદેશીને પોલીસે ઝડપી પાડ્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ત્યારે આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે, મળેલ સૂચનાને પગલે પૂર્વ કચ્છ એસ.ઓ.જી. કાર્યવાહી પર અતિ તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ચોપડવા ગામના સીમ વિસ્તારમાં આવેલી પ્રણામ પ્લાય નામની કંપનીમાં રહી અને કામ કરનાર શખ્સ બાંગલાદેશી છે. મળેલ બાતમીના આધારે પોલીસે ક્ર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પરથી આ  બાંગલાદેશી શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે બાંગલાદેશીને અટક કરી આગળની વધુ તપાસ આરંભી છે.