આગાહીની વચ્ચે કચ્છમાં વાતાવરણમાં પલ્ટો થવાની સાથો સાથ કેટલાક સ્થળોએ કરા સાથે વરસાદ

copy image

આગાહીની વચ્ચે કચ્છમાં વાતાવરણમાં પલ્ટો થવાની સાથો સાથ કેટલાક સ્થળોએ કરા સાથે વરસાદ પડ્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે, ત્યારે સૂત્રો જણાવી રહ્યા છે   કલ્યાણપર ખડીરમાં કરા સાથે વરસાદ પડતાં મકાનના નળીયા તૂટ્યા હતા. ઉપરાંત રાપરના બેલા, વિજાપર, મોવાણા, ભુટકીયા, રામવાવ સહિતના તમામ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે કરા સાથે વરસાદ પડ્યો હતો. તેમજ કલ્યાણપર ખડીર, ધોળાવીરામાં કરા સાથે વરસાદ અને અંજાર અને તેના આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો ઉપરાંત કંડલા વિસ્તારમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો.