મો.સા ચોરીના અનડીટેક્ટ ગુનાને ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીને મુદામાલ સાથે પકડી પાડતી આદિપુર પોલીસ

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ જીલ્લામાં બનતા ચોરીના બનાવો રોકવા સુચના આપેલ હોય જે આધારે પો.ઇન્સ.શ્રી એમ.સી વાળા આદિપુર પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન મુજબ પો.સબ ઇન્સ. આર.એમ.ડુવા નાઓ આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ સાથે પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પો.કોન્સ.અમરીશભાઇ ચાવડા તથા હરદેવસિંહ ચુડાસમા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત તથા હ્યુમનસોર્સના આધારે મો.સા ચોરીના ગુનામા સંડોવાયેલ ઇશમને પકડી પાડી ચોરીમાં ગયેલ મુદામાલ બાઇક રિકવર કરી અનડીટેકટ ગુનાનો ભેદ ઉકેલી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીનું નામ –
અજય અશોકભાઇ વાસફોડા (દેવીપુજક) ઉ.વ-૩૦ રહે-ગાંધીધામ રેલ્વે સ્ટેશનની બહાર મુળ રહે-ઉગત ઝુપડપટ્ટી મોરાભાગળ રાંદેર સુરત
ગુનાની વિગત:-
આદિપુર પો.સ્ટે. ગુ.ર.નં. ૦૨૭૬/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૩૦૩ (૨) મુજબ.
રિક્વર કરેલ મુદામાલ
હિરો હોન્ડા કંપનીની રજી.નંબર જીજે-૧૦-આર.-૮૨૪૨ મો.સા કિ.રૂ-૧૦,૦૦૦/-
આરોપીનો ગુનાહિત ઇતિહાસ:-
સુરત શહેર અઠવા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૧૦૦૦૫૨૫૦૦૩ ૮/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૩૦૩ (૨) મુજબ.
આ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી એમ.સી.વાળા તથા પો.સબ ઇન્સ.શ્રી આર.એમ.ડુવા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારી દ્રારા આ સફળ કામગીરી કરવામાં આવેલ છે.
