શિણાય માથક માર્ગ પર ટેમ્પો પલ્ટી જતાં સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ભુજનાં શખ્સે જીવ ગુમાવ્યો
copy image

ગાંધીધામ ખાતે આવેલ શિણાય માથક માર્ગ પર ટેમ્પો પલ્ટી જતાં સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ભુજનાં શખ્સે જીવ ગુમાવ્યો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજમાં રહેનાર ઈબ્રાહિમ અને મજીદજુસબ મંધરા મુંદ્રા ગયેલ હતો જ્યાં ટેમ્પોમાં મસુરની દાળ ભરીને બંને ગાંધીધામ તરફ આવી રહ્યા હતા તે સમયે માથકથી શિણાય જતા માર્ગ પર હતા દરમ્યાન વળાંક આવતા અચાનક બ્રેક મારતા ટેમ્પો પલ્ટી ગયો હતો. સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ઈબ્રાહિમને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.
