” માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વગર લાઇસન્સની દેશી બનાવટની બંદુક સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ કાઇમ બ્રાન્ચ, પશ્ચિમ-કચ્છ, ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ અસામાજીક પ્રવૃતી નાબુદ કરવા પરવાના વગરના ગેરકાયદેસર હથીયાર રાખતા ઈસમોની તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવા માટે સુચના આપેલ.
જે સુચના અનુશંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચીમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફના એ.એસ.આઇ. નિલેશભાઇ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, લાખાભાઇ રબારી તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઇ ખટાણાનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં આધુનિક કીટ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ફરતા-ફરતા ભુજ તાલુકાના લોરીયા ગામના બસ સ્ટેશન પાસે પહોંચતા પોલીસ હેડ કોન્સ્ટેબલ લાખાભાઇ રબારી તથા અનિલભાઇ ખટાણાનાઓને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ હતી કે, “અનવર ઉર્ફે આરીફ સ/ઓ હાજી મેર રહે-હનુમાનનગર લોરીયા તા-ભુજ વાળો હાલે લોરીયા ગામની પશ્ચિમ બાજુની સીમ વિસ્તારમાં ખેતરો તરફ જતા કાચા રસ્તા પર હાજર છે જેને શરીરે પીળા કલરનું ટી-શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે અને તેની પાસે ગે.કા રીતે દેશી બનાવટની બંદુક રાખેલ છે.” જે મળેલ બાતમી આધારે ત્યાં જઇ તપાસ કરતાં મજકુર ઇસમ મળી આવેલ અને તેના પાસેથી એક દેશી હાથ બનાવટની બંદુક મળી આવેલ જે દેશી હાથ બનાવટની સીંગલ બેરલની દેશી બંદુક પોતાની પાસે રાખવા અંગે કોઇ પાસ પરમીટ હોય તો રજુ કરવા જણાવતા આવી કોઇ પાસ પરમીટ મજકુર ઇસમ પાસે નહી હોવાનુ જણાવેલ જેથી મજુકર ઇસમ ગેરકાયદેસર રીતે પરવાના વગર દેશી બંદૂક તથા ૦૨ ફુટેલ રાઉન્ડ (કાર્ટીઝ) તથા ૦૫ જીવતા રાઉન્ડ (કાર્ટીઝ) સાથે મળી આવેલ હોય તેના વિરૂધ્ધ માધાપર પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી),એ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ હેઠળ ફરીયાદ આપી માધાપર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૬૧/૨૦૨૬ કરાવી આગળની કાર્યવાહી સારૂ આરોપી તથા મુદ્દામાલ માધાપર પો.સ્ટે. સોપવામાં આવેલ છે.
- પકડાયેલ આરોપી
- અનવર ઉર્ફે આરીફ હાજી મેર ઉ.વ.૨૬ રહે-લોરીયા (હનુમાનનગર) મસ્જીદ પાસે તા.ભુજ
- કબ્જે કરેલ મુદામાલ
હાથ બનાવટની સીંગલ બેરલની દેશી બંદુક કિં.રૂ. ૨૦૦૦/-
૦૨ ફુટેલ રાઉન્ડ (કાર્ટીઝ) તથા ૦૫ જીવતા રાઉન્ડ (કાર્ટીઝ) કિં. રૂ. ૦૦/-