માંડવીના રૂકનશાપીરના મેળામાં પાર્કિંગ મામલે ચાર શખ્સો વચ્ચે મારામારી થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો

copy image

copy image

  માંડવી ખાતે આવેલ રૂકનશાપીરના મેળામાં પાર્કિંગ મામલે ચાર શખ્સો વચ્ચે મારામારી થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. ત્યારે આ અંગે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે ફરિયાદી એવા લાયજાના જાવેદ જુસબ વર્યા ભાઇ સદામહુશેન સાથે બાઇકથી તલવાણામાં રૂકનશાપીરના મેળામાં ગયેલ હતા. જ્યાં બાઇક પાર્કિંગમાં રાખતાં ત્યાં એક શખ્સે કહ્યું કે, 50 રૂપિયા થશે. બાદમાં ફરિયાદીના ભાઇએ 50 રૂપિયા તો ઘણા છે. એમ કહેતા ઉશ્કેરાઈ ગયેલ આરોપી શખ્સોએ ઝઘડો કરી લોખંડના પાઇપ અને ધોકાથી માર માર્યો હતો. આ મામલે ચાર ઈશમો વિરૂદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.