રાતના ભારતીય સેના દ્વારા કરવામાં આવેલ પાકિસ્તાન પર એર સ્ટ્રાઈકની કચ્છમાં ઉજવણી કરવામાં આવી

કાશ્મીરનાં પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા નિર્દોષ ભારતીય નાગરિકોની હત્યા કરવામાં આવી હતી જેમાં યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે નોંધનીય છે કે પાકિસ્તાની આતંકવાદીયો ધ્વારા કરવામા આવેલ હુમલામાં નિર્દોષ ભરતીય નાગરિકો શહીદ થયા હતા ત્યાર બાદ પુરા ભારત દેશમાં દરેક ભરતીયના દિલમાં આ ઘટના ઉપર આક્રોશ હતો દરેક ના દિલમા બદલો લેવાની ભાવના હતી અને બધા નાગરિકોને ભારતીય સેના ઉપર ભરોસો હતો અને જે પલનું ઇન્તેઝાર બધા નાગરિકો ને હતો એ રાત્રે આવી ગઈ અને રાત્રે ભારતીય આર્મી એ જે રીતે પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઈક કરી અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો જેમાં દરેક ભારતીય નાગરિકના દિલ ખુશ થઈ ગયા હતા જેના ભાગ રૂપે આજરોજ મુસ્લિમ યુવા કોર કમિટી કચ્છ તરફથી ઉજવણી કરીને દેશની સેના સાથે ખભેખભા મિલાવી ઊભા છીએ તેવો સંદેશો આપવામાં આવ્યો હતો. કમિટીના તમામ જવાબદારો ઉપસ્થિત રહી અને ઉજવણી કરી હતી. ઉજવણીના ભાગરૂપે ભીડગેટ વિસ્તારમાં ફટાકડા ફોડી અને પાકિસ્તાન મુર્દાબાદ, ઇન્ડિયન આર્મી જિંદાબાદનાં નારા લગાવ્યા હતા
યુવાનોના જોશભેર નારાઓ અને ફટાકટાની તડાફડીથી એક તબક્કે ભીડગેટ વિસ્તારમાં વાહનો થંભી ગયા હતાં અને વાહનચાલકો પણ આ નારેબાજીમાં જોડાવા લાગતાં ટ્રાફિક જામ સર્જાયો હતો અને ભુજ શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા ટ્રાફિક ખૂલ્લો કરાવવામાં આવ્યો હતો. સરહદી કચ્છ જિલ્લાના મુખ્ય મથક એવા ભુજ શહેરના ધમધમતાં ભીડ ગેટ વિસ્તારમાં યુવાનો દ્વારા દેશ દાઝથી પ્રેરિત આ કાર્યક્રમમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો પણ જોડાયા હતા અને કોઈપણ પરિસ્થિતિમાં દેશની સાથે ખડે પગે રહેવાની લાગણી વ્યક્ત કરી હતી. આ આયોજન મોહસીન હિંગોરજા સિકંદર ભાઈ સમેજા ધ્વારા કરવામાં આવયો હતો જેમાં ઇબ્રાહિમ હાલેપોત્રા, મોહમદ લાખા, રાજેન્દ્રસિંહ જાડેજા, મુસ્તાક હિંગોરજા, રફીક બાવા, ઇસ્માઇલ ઘાંચી, ફકીરમાંહમદ કુંભાર, હારુન નોડે, મુસા કુંભાર, સોયબ મમણ સહિત ભીડ ગેટના આમ નાગરિકો પણ જોડાયા હતા
