ગાંધીધામમાં ટિકિટ બૂકિંગના નામે ખાતામાંથી 19 હજાર સેરવાયા

copy image

copy image

ગાંધીધામમાં ટ્રેનની ટિકિટ કન્ફર્મ કરવાને બહાને એજ યુવાન સાથે 19 હજારની ઠગાઈ થતાં પોલીસે મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવના ફરિયાદી એવા આસામમાં રહી કોલેજમાં અભ્યાસ કરનાર  આદેશ કર્માકર, ધીરજ કર્માકર ક્રિષ્ન નામનો યુવાન છેલ્લા બે માસથી મુંદરાના ટુન્ડામાં અદાણી સોલાર પ્લાન્ટમાં કામ કરે છે. આ ફરિયાદી અને મિત્ર પ્રાણજીત રબિન સર્ગિયારીને આસામ જવાનું હોવાથી ગત તા. 2/5ના રોજ ગાંધીધામ રેલવે સ્ટેશન પહોંચેલ હતા. જ્યાં ટ્રેન ન હોવાના કારણે મુસાફરખાનામાં સૂઈ ગયેલ અને બાદમાં બીજા દિવસે એક અજાણ્યા શખ્સ સાથે પરિચય થયેલ હતો જેને ટિકિટ લેવાનું કહેતા બારી ઉપર કન્ફર્મ ટિકિટ મળી ન હોતી. આ સમયે આ ઠગબાજે કામખ્યા એકસપ્રેસ ટ્રેનના ટિકિટ માસ્ટર ઓળખિતા છે, સ્લીપરની રિઝર્વેશન ટિકિટ કરાવી આપીશ તેવું કહયા બાદ અન્ય સ્થળે લઈ ગયેલ હતો. જ્યાં અન્ય શખ્સ સાથે વાત કરાવી ટિકિટ માટે આધારકાર્ડ, એટીએમ કાર્ડ, મોબાઈલ અને પાસવર્ડ લઈ લીધેલ હતા. બાદમાં ફરિયાદી યુવાનોને અજૂગતું લાગતાં તેમણે બેંકમાં જઈને સ્ટેટમેન્ટ કઢાવતાં તેમનાં ખાતાંમાંથી પૈસા ઉપડી ગયા હોવાનું સામે આવ્યું હતું. ટિકિટ બૂકિંગના નામે આ યુવાનોના ખાતામાંથી કુલ રૂા. 19,000 સેરવાઈ જતાં પોલીસ મથકે ફરિયાદ નોધાવવામાં આવેલ છે. આ મામલે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.