ધમડકા-બુઢારમોરા માર્ગ પર ટેન્કર અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત : બંને વાહનોના ચાલકોએ અંતિમ ઘડીએ કૂદકો મારી દેતાં જીવ બચ્યો

copy image

copy image

  અંજાર ખાતે આવેલ ધમડકા-બુઢારમોરા માર્ગ પર ટેન્કર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બંને વાહનોના ચાલક ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે ભુજ-ભચાઉ ધોરીમાર્ગ ઉપર ફોરલેનનું કામ ચાલી રહ્યું છે. અગાઉ પણ અકસ્માતના પગલે આ માર્ગે ભારે ટ્રાફિકજામ થયો હતો તે વચ્ચે સવારના અરસામાં ભચાઉથી ભુજ તરફ આવી રહેલ ટ્રક અને ભુજથી ભચાઉ તરફ જઇ રહેલા ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થતાં આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. સિમેન્ટ ભરેલાં વાહન તથા પાર્સલ લઇને ભુજ એ.પી.એમ.સી. બાજુ જઇ રહેલા વાહનના ચાલકો એવા જગદીશ જખુ ભદ્રુ તથા મનજિતકુમાર મહેન્દ્રરાયને ઇજાઓ પહોંચી હતી. ત્યારે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે બંને વાહનો ભટકાતાં બંને વાહનોના ચાલકોએ અંતિમ ઘડીએ કૂદકો મારી દેતાં ઓછીવત્તી ઇજાઓ પહોંચી હતી. જો કૂદકો ન મારત તો બંનેએ જીવ ગુમાવ્યાનો વારો આવ્યો હોત. બનાવને પગલે કલાકો સુધી આ માર્ગ ઉપર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.