ધાણીપાસાના જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી નખત્રાણા પોલીસ

મ્હે. પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ(ભુજ) તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ-કચ્છ (ભુજ) તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી. બી. ભગોરા સાહેબ નખત્રાણા વિભાગ-નખત્રાણા નાઓએ દારૂ-જુગારના સફળ કેશો શોધી કાઢવા તથા આ બદીને સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા સુચના આપેલ,

જે અનુસંધાને નખત્રાણા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. શ્રી એ.એમ.મકવાણા સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ સદરબીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન નખત્રાણા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, મફતનગર, કોટડા(જ.) ગામની દક્ષિણ બાજુ આવેલ બાવળોની ઝાડી અમુક ઇસમો ધાણી પાસા વડે રૂપિયાનો હારજીતનો જુગાર રમી રહેલ છે તે બાતમી હકીકત આધારે વર્કઆઉટ કરી આરોપીઓને કોર્ડન કરી રોકડ રૂપિયા ૧૪,૧૦૦/- તથા ધાણી પાસા નંગ-૦૨ કિ.રૂ.૦૦/- એમ કુલ્લે રૂ.૧૪,૧૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી મજકુર ઈસમો વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીઓના નામ સરનામુ:-

(૧) જુસબ કાસમ પિંજારા ઉ.વ.૫૫ રહે. કાદીયા મોટા તા.નખત્રાણા (૨) જયંતીલાલ અરજણ ગરવા ઉ.વ.૫૦ રહે. ગઢશીશા તા.માંડવી (૩) જયંતીલાલ ઉમરશી ગરવા ઉ.વ.૪૦ રહે. નાના અંગિયા તા.નખત્રાણા (૪) દાઉદ અલીમામદ નારેજા ઉ.વ.૪૪ રહે. મેઇન બજાર, નખત્રાણા (૫) લગધીરસિંહ સોસાજી સોઢા ઉ.વ.૩૩ રહે. રવાપર તા.નખત્રાણા

કબ્જે કરેલ મુદ્દામાલ:-

રોકડા રૂપિયા ૧૪,૧૦૦/-

ધાણી પાસા નંગ-૦૨ કિં.રૂ.૦૦/-

એમ કુલ્લે રોકડા રૂ.૧૪,૧૦૦/- નો મુદ્દામાલ
આરોપીનો ગુનાહિત ઇતિહાસ:-

(૧) દાઉદ અલીમામદ નારેજા ઉ.વ.૪૪ રહે. મેઇન બજાર, નખત્રાણા નખત્રાણા પો.સ્ટે. પાર્ટ-બી ગુ.ર.નં.૧૦૪/૨૦૨૫ જુગાર ધારા કલમ-૧૨

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-

ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ. શ્રી એ.એમ.મકવાણા સાહેબ ના માર્ગદર્શન અને સુચના હેઠળ પો.સબ.ઇન્સ. એમ.વી. શામળા સાહેબ તથા એ.એસ.આઇ. જયંતીભાઇ માજીરાણા તથા પો.હેડ કોન્સ. મોહનભાઇ આયર તથા પો.કોન્સ. મોહનભાઇ ગઢવી તથા મયંકભાઇ જોષી તથા રમેશભાઇ રબારી તથા વિપુલભાઇ ચૌધરી તથા ડ્રા. ચંદુભાઇ માજીરાણા એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાઇ સફળ કામગીરી કરેલ.