એન.ડી.પી.એસ.નો કેશ શોધી કાઢતી સામખીયાળી પોલીસ

શ્રી ચીરાગ કોરડીયા સાહેબ મ્હે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ કચ્છ તથા શ્રી સાગર બાગમા૨ સાહેબ પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓએ આપેલ સુચન અન્વયે

શ્રી સાગર સાંબડા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન હેઠળ

શ્રી વી.કે.ગઢવી પોલીસ ઈન્સ્પેકટર સામખીયારી પોલીસ સ્ટેશનનાઓએ કોલીવાસ, તોરણીયા તા.ભચાઉ ખાતે તા.૦૭/૦૫/૨૦૨૫ ના રોજ આરોપીના કબ્જા ભોગવટાના ૨હેણાંક મકાનમાંથી ભીનો સુકો ગાંજો ૨.૧૧૦ કિલોગ્રામ તથા ફળીયામાં વાવેતર કરેલ લીલા ગાંજાના છોડ નંગ-૧૦૦ જેનુ વજન-૪૦ કિલો પકડી પાડી સામખીયારી પોલીસ સ્ટેશન ભાગ-બીગુ.૨.નં.૧૧૯૯૩૦૦૧૨૫૦૧૧૪/૨૦૨૫ ગુનો એન.ડી.પી.એસ.કલમ ૮(સી),૨૦(એ)૨૦ (બી) (૨) સી મુજબ કાર્યવાહિ કરવામા આવેલ છે.

પકડાયેલ આરોપી:-

(૧) રણછોડ મોતીભાઈ કોલી (રાકાણી) ઉ.વ.૪૨ ૨હે કોલીવાસ તોરણીયા તા-ભચાઉ

પકડાયેલ મુદ્દામાલ:-

(૧) સુકો ભીનો ગાંજો વજન ૦૨.૧૦૦ કિ.ગ્રા કિ.રૂ.૨૧.000/-

(૨) લીલા ગાંજાના છોડ નંગ-૧૦૦ વજન ૪૦ કિલો કિ.રૂ.૪.00.000/-

(૩) મોબાઈલ ફોન સેમસંગ કંપનીનો નંગ -૦૧ કિ.રૂ.૧૦૦૦/-

આ કામગીરી પોલીસ ઇન્સપેકટર શ્રી વી.કે.ગઢવી સાહેબ તથા પો.સબ ઇન્સ.શ્રી સી.એસ.ગઢવી તથા સામખીયારી પોલીસ સ્ટાફ દ્વારા ક૨વામાં આવેલ છે.