અમદાવાદમાં પાલતું શ્વાને 4 મહિનાની બાળકી પર હુમલો કરતા બાળકીનું મોત


અમદાવાદમાં પાલતું શ્વાને 4 મહિનાની બાળકી પર હુમલો કરતા બાળકીનું મોત થયું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ અમદાવાદમાં હાથીજણ સર્કલ પાસે આવેલા રાધે રેસિડેન્સીમાં રહેતી એક યુવતી સોમવારે રાત્રે પાલતૂ શ્વાન રોટવીલર લઇને નીકળી હતી. તે દરમ્યાંન ફોનમાં વાત કરતા સમયે અચાનક શ્વાન હાથમાંથી છૂટી ગયું હતું. અને તેણે બહાર બેઠેલ યુવતી અને ચાર મહિનાની બાળકી પર જીવલેણ હુમલો કર્યો હતો. આ મામલે વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.
